સ્વદેશી કોરોના રસી COVAXIN કોરોનાના ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન સામે પણ આપે છે રક્ષણ: ICMR
Live TV
-
ICMR એ કરેલી એક સ્ટડીમાં આ વિગતો મળી છે કે ભારત બાયોટેકે બનાવેલ કોવેક્સિન યુકે, બ્રાઝિલ અને ડબલ મ્યુટેન્ટ કોરોના સ્ટ્રેન સામે પણ કારગર નીવડી છે.
હાલ ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ સાથે કોરોના રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે. દેશમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે કોરોના રસી લોકોને અપાઈ રહી છે. આ રસી કોરોનાના ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન સામે રક્ષણ આપે છે કે નહી તેને લઈને ભારત બાયોટેક અને ICMR એ બનાવેલ કોવેક્સિન રસી પર સંશોધન કરાયુ હતુ. આ સંશોધન અંગે ICMR એ જાણકારી આપ્યા મુજબ કોવેક્સિન રસી યુકે, બ્રાઝિલ અને ડબલ મ્યુટેન્ટ થયેલા કોરોના સ્ટ્રેન સામે પણ રક્ષણ આપે છે.
