પશ્રિમ બંગાળમાં 43 વિધાનસભા સીટો માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ
Live TV
-
પશ્રિમ બંગાળમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું..રાજ્યની 294 વિધાનસભામાંથી 223 બેઠકો માટેનું મતદાન સમ્પન્ન થઇ ચુક્યું છે.
પશ્ચિમ બંગાળમાં આજે 43 વિધાનસભા બેેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. છઠ્ઠા તબક્કામાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને 80 ટકા કરતા પણ વધારે મતદાન નોંધાવ્યું હતું. આ તબક્કામાં 43 વિધાનસભા ક્ષેત્રો માં મતદાન માટે 10 હજાર 897 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા..મતદારોએ આ તબક્કાના 306 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરી દીધું છે. કોરોનાની મહામારીના કારણે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6-30 સુધી ચાલ્યું હતું..
આ તરફ, ચૂંટણી પંચે પશ્રિમ બંગાળમાં બાકી રહેલી ચૂંટણી એક જ તબક્કામાં કરાવવાની તૃણમુલ કોંગ્રેસની માંગ ફગાવી દીધી છે. પંચે પાર્ટી નેતા ડેરેક ઓબ્રાયન ના જવાબમાં કહ્યું કે બાકી રહેતી ચૂંટણીઓને એક સાથે યોજવી વ્યવહારીક નથી. ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન દરમિયાન કોવિડની માર્ગદર્શીકાનું પાલન કરવાના દિશા નિર્દેશ અગાઉથી જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે પશ્રિમ બંગાળમાં જનસભા અને રેલીઓ ઉપર સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
