મહારાષ્ટ્રઃ વધતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી લોકડાઉન જેવા કડક નિયમ લાગુ
Live TV
-
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર સરકારે આજથી નવા નિયમો લાગુ કર્યા છે. નવી ગાઇડલાઇન અનુસાર તમામ કેન્દ્ર,રાજ્ય અને સરકારી ઓફીસો 15 ટકા ક્ષમતાથી ચલાવવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર સરકારે આજથી નવા નિયમો લાગુ કર્યા છે. નવી ગાઇડલાઇન અનુસાર તમામ કેન્દ્ર,રાજ્ય અને સરકારી ઓફીસો 15 ટકા ક્ષમતાથી ચલાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં હાલ કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે જેને લઈને મહારાષ્ટ્ર સરકારે વધુ કડક નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો પ્રમાણે હવે તમામ કેન્દ્ર,રાજ્ય અને સરકારી ઓફીસો 15 ટકા ક્ષમતાથી ચલાવવામાં આવશે. સામાન્ય જનતા માટે મેટ્રો અને અન્ય ટ્રેનો બંધ રહેશે. લોકડાઉન જેવા કડક પગલાઓ 1 મે સુધી લાગુ રહેશે. નવા નિયમ મુજબ લગ્નમાં ફકત 25 લોકો સામેલ થઇ શકશે. તેમજ રાજ્યમાં બસો એક જિલ્લા થી બીજા જિલ્લા અને એક શહેર થી બીજા શહેર જશે નહી. લોકલ ટ્રેન,મેટ્રો નો ઉપયોગ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ ઓથોરીટીનો સ્ટાફ, ડોકટરો તેમજ જરૂરી સેવાના લોકો જ કરી શકશે.