દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.28 લાખ લોકો સારવાર બાદ સાજા થયા
Live TV
-
દેશમાં કોરોના કેસની કરીએ તો છેલ્લા 24 કલાકમાં 4 લાખ 14 હજાર 182 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લાખ 28 હજાર 141 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 હજાર 920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં કોરોના કેસની કરીએ તો છેલ્લા 24 કલાકમાં 4 લાખ 14 હજાર 182 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લાખ 28 હજાર 141 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 હજાર 920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ 35 લાખ 66 હજાર 398 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 1 કરોડ 72 લાખ 80 હજાર 844 લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો છે. તો અત્યાર સુધી 2 લાખ 30 હજાર 168 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે. હાલ દેશમાં સૌથી વધારે કેસમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. જ્યારે બીજા નંબરે કેરળ છે. કેરળ બાદ કર્ણાટક અને ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર છે. આ રાજ્યોમાં રોજના 40થી 50 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. 400થી 500 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જો કે સારી સારવાર બાદ સ્વસ્થ થતાં લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.
