Skip to main content
Settings Settings for Dark

પટનામાં ESICની 500 બેડની કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી

Live TV

X
  • પાટણમાં ESICની 500 બેડની હોસ્પિટલ સેનાના જવાનો માટે બનવામાં આવી જ્યાં નર્સ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ મેડિકલની ચીજ વસ્તુઓ લઇ પોહ્ચ્યા હતા.

    પટનામાં ESICની 500 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.  જેના ભાગરૂપે વાયુસેના દ્વારા બે વિશેષ વિમાનમાં સેનાની મેડિકલ ટીમ મોટી માત્રામાં ચિકિત્સાના ઉપકરણો સાથે પટણા પહોચી હતીં. આ ઉપરાંત બે વિશેષ વિમાન થી સેનાના તબીબો, પેરા મેડિકસ સ્ટાફ અન નર્સિગ સ્ટાફ અને જવાનો આરોગ્ય સામગ્રી સાથે પટણા પહોચી ગયા છે. ESIC હોસ્પીટલમાં આરોગ્ય કર્મચારીઓની તાકાત વધારવા માટે વધારાના વિશેષજ્ઞ, આરોગ્ય અધિકારી, નર્સિંગ સ્ટાફની સાથે પટના પહોચી ગયા છે. કોરોના સામેની લડાઇમાં સશસ્ત્ર દળ પણ વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો, નાગરિક વહિવટી સાથે જોડાઇને કામ કરી રહ્યાં છે.  ત્રણેય સેના સાથે AFMS, DRDO. OFB, DPSUS, અને કેન્ટોનમેન્ટ બોર્ડ પણ કોરોના પીડિતની મદદ કરી રહ્યાં છે. લોકોને સશસ્ત્ર દળની ક્ષમતા ઉપર મોટો વિશ્વાસ અને ભરોષો છે. કોરોના સામે લડવા માટે સેનાને તાકિદની નાણાકીય છુટછાટ આપવામાં આવી છે. જેથી કોવિડ હોસ્પીટલોની સ્થાપના સાથે આરોગ્યના ઉપકરણો ની ખરીદી તેમજ સારસંભાળનું કામ ઝડપથી કરી શકાય. દેશમાં કોવિડ હોસ્પીટલોની તાકીદની જરૂરિયાતને જોતા સશસ્ત્ર દળ આરોગ્ય સેવા દિલ્હી, લખનૌ,બેંગલુરૂ , માં પણ કોવિડ હોસ્પીટલો ઉભી કરી છે.ડીઆરડીઓએ નવીદિલ્હી, લખનૌમાં 500 અને અમદાવાદમાં 900 બેડવાળી હોસ્પિટલ તૈયાર કરી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કોરોના સામેની લડાઇમાં મંત્રાલય દ્વારા કરાયેલા કાર્યો અંગે આજે એક બ્લોગ લખી તેમને બિરદાવ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply