દેશમાં રસીની કોઇ જ અછત ન હોવાની કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા
Live TV
-
કેન્દ્ર સરકારે રસીની કોઈ જ જાતની અછત ન હોવાની વાત સ્પષ્ટ કરી તેમજ રાજ્યોને વધુ સારા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા આપી સૂચના. સાથે જ જણાવ્યું કે, કેરળમાં રસીનો કોઈ વેસ્ટેજ નહી જયારે અન્ય રાજ્યોમાં 8 થી 9 ટકા રસીનો વેસ્ટેજની
કેન્દ્ર સરકારે કોવિડ રસીકરણ અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદશી વેક્સિનને ભારતમાં મંજૂરી આપવાની પ્રક્રીયાને ઝડપી કરવા આ નિર્ણય લીધો છે. જેના પગલે વિદેશી વેક્સિનનો ઉપયોગ દેશમાં વેક્સિનેશન માટે કરવાનો માર્ગ મોકળો થશે. હાલ ટીકા મહોત્સવ અન્વયે દેશભરમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ગઇકાલે ટીકા ઉત્સવના બીજા દિવસે 40 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ દેશમાં રીકવરી રેટ હવે 89. 51 ટકાએ પહોંચ્યો છે. સક્રીય કેસોની સંખ્યા 9.24 તેમજ મૃત્યુદર ઘટીને 1.25 ટકાએ પહોંચ્યો છે.
દેશભરમાં વીતેલા 24 કલાક દરમિયાન સંક્રમણના 1 લાખ 61 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જયારે 879 દર્દીઓના મૃત્યુ થયા હતા. દેશમાં સૌથી ઉંચો પોઝિટિવ કેસ દર છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહ્યો છે. છત્તીસગઢમાં 27.95 ટકા તો મહારાષ્ટ્રમાં પોઝિટિવ રેટ 24.66 ટકા નોંધાઇ રહ્યો છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વેક્સીનની કોઇ જ અછત નથી. રાજ્યોને કોલ્ડ ચેઇન ખાતે વેક્સીનની ઉપલબ્ધિ અને વિવિધ વિસ્તારોમાં વેક્સીનની રહેલી માંગની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 53 જિલ્લામાં કેન્દ્રીય ટુકડી સ્થાનિક વહીવટી તંત્રને મદદ કરી રહી છે. નીતિ પંચના સભ્ય વી.કે.પોલએ પત્રકાર પરિષદમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની આગ્રહભરી અપીલ કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલે દેશભરમાં આશરે 71 હજાર સ્થાને રસીકરણ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.
