દેશમાં સંસ્થાકીય રોજગાર સાત વર્ષના ગાળામાં 22 ટકા વધ્યો છે: શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ
Live TV
-
ભારતમાં દિન પ્રતિદિન વિભિન્ન વિકાસના મુદ્દાઓ સંદર્ભે કામગીરી કરવામાં આવી રહી છે. કુશળ માનવશક્તિની વધતી જતી બજારની માંગને પહોંચી વળવા અને બદલાતા એન્ટરપ્રાઈઝ વાતાવરણમાં સતત વિકાસ અને શીખવા માટે યુવાનોને માત્ર કૌશલ્ય તાલીમ જ નહીં પણ રોજગારી પણ આપી શકીએ તે માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે સારા પરિણામો પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતી વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, જુલાઈથી સપ્ટેમ્બર 2021ના સમયગાળા માટે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણના બીજા રાઉન્ડમાં દર્શાવેલ છે કે કોવિડ-19 દ્વારા ઊભા થયેલા પડકારો છતાં દેશમાં બે લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, સર્વેક્ષણ એ પણ સંકેત આપે છે કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે જ્યારે શ્રમ દળની ભાગીદારી દરમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના પુનરુત્થાન સાથે, ત્રણેય શ્રમ બજાર સૂચકાંકો એટલે કે કામદાર વસ્તી ગુણોત્તર, શ્રમ દળની સહભાગિતા દર અને બેરોજગારીનો દર ઝડપી પુનઃપ્રાપ્તિ દર્શાવે છે.