Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં ૧૦ ફેબ્રુઆરી ઉજવાય છે કઠોળ(દાળ) દિવસ તરીકે

Live TV

X
  • આજે વિશ્વ કઠોળ દિવસ છે. કઠોળ તેમના પોષણ મૂલ્ય, ખાદ્ય સુરક્ષા અને નાઈટ્રોજન ફિક્સેશન જૈવવિવિધતાને પ્રોત્સાહન જેવા પર્યાવરણીય લાભો માટે મહત્વપૂર્ણ છે. વિશ્વભરની મુખ્ય વાનગીઓમાં કઠોળનો ઉપયોગ હોય છે. 

    સંતુલિત આહાર તરીકેના મુખ્ય સ્ત્રોતમાં કઠોળ કે દાળનું મહત્વનું યોગદાન છે. આજની જીવન શૈલીમાં લોકો ફાસ્ટ ફૂડ અને ફ્રોજન ફૂડને વધુ મહત્વ આપે છે. ત્યારે આપણા આહારમાં કઠોળ અને દાળોનો ઉપયોગ ઓછો થતો હોય છે. જેટલું જોઈએ તેટલું પૂરતું પોષણ શરીરને મળતું નથી. દાળ (કઠોળ)નું મહત્વ લોકો સમજે તે હેતુ સમગ્ર વિશ્વમાં 10 ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં ભૂખમરો, ગરીબી અને આહારમાં કુપોષણ નાથવા, વિશ્વની વસ્તીને પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહે તે આજના દિવસની ઉજવણી માટેનો ખાસ હેતુ છે.  વર્ષ ૨૦૧૬થી વિશ્વ દાળ દિવસની ઉજવણી કરવાનું શરુ કરવામાં આવ્યું.

    પ્રોટીનનો મુખ્ય અને અગત્યનો સ્ત્રોત, શારીરિક વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવનાર અને હાડકાં અને શરીરના સમગ્ર બંધારણ અને વિકાસમાં અતિ મહત્વનો ફાળો ખોરાકમાં જો કોઈ ખાદ્ય સામગ્રીનો હોય તો તે દાળ કે કઠોળનો છે. ભારતમાં ચણા, મસૂર, મગ, મોગર, તુવર, અડદ, કળથી વગેરે પ્રકારના કઠોળ અને દાળનું ઉત્પાદન કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સરખામણીએ જોઈએ તો ૨૫ ટકા દાળનું ઉત્પાદન માત્ર ભારતમાં જ કરવામાં આવે છે. જેથી એવું કહી શકાય કે કુલ ઉત્પાદનનો ચોથો હિસ્સો ભારતમાં જ પકવવામાં આવે છે. 

    સ્વાસ્થય અને ખોરાકની સુરક્ષા માટે દાળ અને કઠોળ ખૂબ જ જરૂરી પોષકતત્વો પુરા પાડનાર ખાદ્ય સમૂહ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply