CBSE ધો. 10 અને 12 સેકન્ડ ટર્મ બોર્ડની પરીક્ષાઓ 26 એપ્રિલથી લેવામાં આવશે
Live TV
-
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ધોરણ 10 અને 12 સેકન્ડ ટર્મ બોર્ડની પરીક્ષાઓ 26 એપ્રિલથી લેવામાં આવશે. CBSE નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તમામ સંબંધિતો સાથે પરામર્શ કર્યા પછી અને કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને, શાળામાં 2021-22 માટે બીજી ટર્મની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થિયરી પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે અને પ્રશ્નપત્રોનું ફોર્મેટ બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ નમૂના પેપર મુજબ હશે. વિદ્યાર્થીઓ ફાળવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેની વિગતવાર તારીખપત્રક ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
અગાઉ, સીબીએસઈએ ગયા વર્ષે જુલાઈમાં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં એટલે કે પ્રથમ અને બીજી ટર્મમાં યોજવાનું નક્કી કર્યું હતું. તાજેતરમાં પ્રથમ ટર્મની પરીક્ષા લેવામાં આવી હતી.