ભારતની અટલ ટનલ ,સમગ્ર વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ ટનલ હોવાની સત્તાવાર જાહેરાત
Live TV
-
અટલ ટનલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે 10 હજાર ફૂટથી ઉપરની વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ મનાલીને લાહૌલ - સ્પિતિ ખીણ સાથે જોડતા આ એન્જિનિયરિંગ અજાયબીના નિર્માણમાં સંસ્થાની અદ્ભૂત સિદ્ધિ બદલ એવોર્ડ મેળવ્યો. યુનાઇટેડ કિંગડમમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ સંસ્થાએ છે જે અધિકૃત પ્રમાણપત્ર સાથે વિશ્વભરના અસાધારણ રેકોર્ડની સૂચિ બનાવે છે અને તેની ચકાસણી કરે છે.
અટલ ટનલ 3જી ઑક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. 9.02 કિલોમીટર લાંબી વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ અટલ ટનલ, જે રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે, તે મનાલી - લેહ હાઇવે પર અત્યંત મુશ્કેલ ઠંડીના તાપમાનની પડકારજનક પરિસ્થિતિઓમાં બનાવવામાં આવી હતી.
