Skip to main content
Settings Settings for Dark

દેશમાં સક્રિય કેસની સંખ્યામાં સતત જોવા મળી રહ્યો છે ઘટાડો, સક્રિય કેસ કુલ કેસનાં માત્ર 1.4 ટકા

Live TV

X
  • કોરોના સામેની જંગમાં ભારતને દિવસે ને દિવસે સફળતા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ દ્વારા માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં 45 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો દેશમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં સક્રિય કેસ કુલ કેસનાં માત્ર 1.4 ટકા જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોવિડને કારણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ મૃત્યુદર દર 10 લાખ લોકોએ 112 છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર  દેશમાં મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કોરોના સંક્રમણનાં કેસ છે. જેમાં દેશનાં કુલ સક્રિય કેસમાંથી કેરળમાં જ 44 ટકા કેસ છે. તો આઠ રાજ્યોમાં પોઝિટિવ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, અમે કોવિડ એપ પર લોકો પાસેથી ફીડબેક મેળવી રહ્યાં છીએ. 5 લાખથી વધારે લોકોએ આપેલા ફીડબેકનું આકલન કરવામાં આવ્યું છે. જેમાં 97 ટકા લોકોએ રસીકરણને લઈને સંતુષ્ટિ વ્યક્ત કરી છે.  આરોગ્ય મંત્રાલય અનુસાર દુનિયાનાં અનેક દેશોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply