સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવિત હોત તો તેમને કોરોના રસીકરણ પર ગર્વ થયો હોતઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્થિત ચૌરી-ચૌરા ઘટનાના શતાબ્દીનુ ઉધ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ચૌરી-ચૌરા ઘટના સંદર્ભે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ આ વિશેષ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશેષ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત વિશે જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશને આત્મનિર્ભરની સાથે સમગ્ર વિશ્વની ભલાઈ માટે પણ કામ થઈ રહ્યુ છે. આત્મનિર્ભર ભારત આજે ખુદ કોરોનાની રસી બનાવી રહ્યુ છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ કોવિડ રસીકરણ પર ગર્વ થયો હોતઃ PM
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે ભારત માનવજાતની રક્ષા માટે દુનિયાભરને વેક્સીન પહોચાડી રહ્યુ છે. ભારતે કોરોનાની બિમારી સામે 150 થી વધુ દેશોના નાગરીકોની મદદ માટે જરુરી દવા પહોચાડી છે. ભારતે જુદા જુદા દેશોમાથી 50 લાખ નાગરીકોને સ્વદેશ પરત લાવવાનુ કામ કર્યુ છે જ્યારે વિદેશી નાગરીકોને પોતાના દેશમા સુરક્ષીત રીતે પહોચાડ્યા છે. તેમણે ચૌરી- ચૌરાની પવિત્ર ભુમી પર બલીદાન આપનારા શહીદોને પ્રણામ કર્યા હતા તથા જણાવ્યુ હતુ કે આજે સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવીત હોત તો તેમને કોવિડ ટીકાકરણ પર ગર્વ અનુભવ થયો હોત.
કોરોના કાળની પરિસ્થિતીઓ પછી નવુ બજેટ દેશમાં તેજી લાવશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
બજેટ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે કોરોના કાળની પરિસ્થિતિઓ પછી નવુ બજેટ દેશમા તેજી લાવશે.. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે દેશના વિવિધ મહાનુભાવો દેશે કરેલા વિવિધ સંકટોની સામે બજેટમા સરકારે ટેક્ષ વધારવુ પડશે તેવુ માનતા હતા પણ સરકારે સામાન્ય નાગરિક પર બોજ નાખ્યો નથી. સરકારે દેશમા તેજી લાવવા વધુમા વધુ ખર્ચ કરવાનું નક્કી કરી બજેટ બનાવ્યુ છે. આ ખર્ચ દેશમા રોડ બનાવવા,પુલ બનાવવા, ગામડાઓને બજાર સુધી જોડવા માટે કરવામા આવશે.
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કહ્યું કે, આપણે સંકલ્પ લેવો જોઈએ કે, દેશની એકતા આપણા માટે સૌથી પહેલી છે. દેશનું સન્માન સૌથી ઉપર છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે યાત્રા અમે શરૂ કરી છે, તેને અમે એક નવા ભારતના નિર્માણ સાથે પૂરી કરીશું.
