Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 'એરો ઈન્ડિયા 2021' સમાપન સમારોહને કરશે સંબોધન 

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બેંગ્લુરુમા ચાલી રહેલા એરો ઈન્ડિયા શૉ 2021ના સમાપન સમારોહને કરશે સંબોધન. એરો ઈન્ડિયામાં 18 દેશોના રક્ષામંત્રીઓએ લીધો ભાગ હતો.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  આજે બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયાનાં સમાપન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કર્ણાટકના કોડાગુ જિલ્લાના મદિકેરી જશે જ્યાં તેઓ જનરલ થિમય્યાના પૂર્વ પિતૃ નિવાસ ખાતે એક સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરશે.  રવિવારે રાષ્ટ્રપતિ બેંગલુરુમાં રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના 23મા પદ્દવીદાન સમારોહમાં સામેલ થશે. 

    ત્રણ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં આ વખતે ટેક્નોલોજીનાં મામલે આત્મનીર્ભર ભારતની શક્તિની ઝલક જોવા મળી..આ વખતે સેન્ટ્રલ થીમ એચ.એ.એલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમીટેડની રોટરી વિંગ રહી. 

    રક્ષામંત્રાલય તરફથી આ એરો ઈન્ડિયા શો બે વર્ષે એક વાર યોજાય છે. આ શૉનાં અંતિમ દિવસે આજે સમજુતી કરાર, ઉત્પાદકોનાં લોંચની ધોષણાઓથી જોડાયેલી બંધન સેરેમનીનુ પણ આયોજન કરવામાં આવશે. એરો ઈન્ડિયાનાં બીજા દિવસે કાલે પણ આકાશમાં વિમાનોનાં હવાઈ કરતબ જોવા મળ્યા હતા. 

    બેંગલુરુ દક્ષિણનાં સાસંદ તેજસ્વી સુર્યાએ કાલે હલકા ફાઈટર વિમાન તેજસમાં ક્રુ મેમ્બરો સાથે વિશેષ ઉડાન ભરી હતી. આ ઉડાન કેન્દ્ર સરકાર દ્વારા એચ.એ.એલને 48 હજાર કરોડ રૂપિયાનાં મુલ્યનાં એલ.સી.એ.એમ.કે વન ની ખરીદના આદેશની ખુશીમાં થઈ..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply