PM મોદીએ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે કોરોના વેક્સિનેશન અંગે કરી વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને કહ્યું કે ભારતની વેક્સીન અને દવાઓની ઉત્પાદન ક્ષમતાનો લાભ દક્ષિણ આફ્રિકા સહિત તમામ દેશોને મળતો રહેશે.
બન્ને નેતાઓએ પોત-પોતાનાં દેશોમાં કોરોનાનાં વર્તમાન પડકારો અને તેની સામે ચાલી રહેલા વેક્સીન અભિયાનને લઈને પણ ચર્ચા કરી. હાલમાં જ ભારતે કોરોનાની રસીનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકાને મોકલ્યો છે.
બન્ને નેતાઓએ રસી અને દવાઓની ક્ષમતા અને સામર્થ્યને લઈને જુદા-જુદા આંતરરાષ્ટ્રિય પ્લેટફોર્મ પર ભારત અને દક્ષિણ આફ્રિકાનાં વચ્ચે સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચાઓ કરી હતી..બન્ને નેતાઓ એ વાત પર સહેમત થયા કે કોરોનાની સામે પોતાનાં અનુભવોનાં આદાન-પ્રદાન અને સંયુક્ત પ્રયાસ માટે બન્ને દેશોનાં અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે.
