રાષ્ટ્રપતિ ભવન આ શનિવારથી સામાન્ય જનતા માટે ખૂલશે
Live TV
-
રાષ્ટ્રપતિ ભવન આ શનિવારે સામાન્ય જનતા માટે ફરીથી ખૂલી રહ્યું છે. કોરોના મહામારીના કારણે રાષ્ટ્રપતિ ભવન 13 માર્ચથી બંધ હતું. લોકો સરકારી રજાઓ સિવાય દરેક શનિવારે અને રવિવારે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકશે.
જેના માટે presidentofindia.nic.in અથવા rashtrapatisachivalaya.gov.in/. પર ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પહેલાની જેમ જ દરેક દર્શકને 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે.
સુરક્ષાના કારણોસર સવારે 10.30 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધી અને બપોર બાદ અઢી વાગ્યા પછીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એક વખતમાં 25 લોકો જ ભવનની મુલાકાત લઈ શકશે. રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓએ માસ્ક લગાવીને સામાજિક અંતર જાળવવું પડશે.
