Skip to main content
Settings Settings for Dark

ભારતઃ 18 દિવસમાં કુલ 45.93 લાખ લોકોને કરોના રસી અપાઈ

Live TV

X
  • દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, 239 ખાનગી અને 5912 સાર્વજનિક કેન્દ્રો પર રસીકરણ ચાલી રહ્યુ છે. દેશમાં હાલ કોરોના વાયરસનો ફેલાવો ધીમો થયો છે

    દિલ્હીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, 239 ખાનગી અને 5912 સાર્વજનિક કેન્દ્રો પર રસીકરણ ચાલી રહ્યુ છે. દેશમાં હાલ કોરોના વાયરસનો ફેલાવો ધીમો થયો છે તો સાથે જ કોરોના રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ 45 લાખ 93 હજાર લોકોને રસી અપાઈ ચુકી છે. 

    કોરોના રસી પર લોકોના પ્રતિભાવો માટે બનાવવામાં આવેલ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળેલ માહિતી પ્રમાણે આ કોરોના રસીથી  97 ટકા લોકો સંતુષ્ટ છે. રસીકરણની પ્રક્રિયામાં મધ્ય પ્રદેશ પહેલા સ્થાન પર છે. 

    ત્રીજા રાષ્ટ્રીય સીરો સર્વે વિશે ભારતિય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના મહાસચિવ ડૉ. બલરામ ભાર્વે કહ્યુ કે 17 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી કરાયેલ આ સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી 21. 5 ટકા લોકોમાં કરોના એન્ટીબોડી મળ્યા છે. આ લોકોમાંથી શહેરી ઝુંપડપટ્ટીમાંથી 31 ટકા, અન્ય શહેરી વિસ્તારોમાં 26  ટકા અને ગ્રામિણ વિસ્તારોમાં 19 ટકા લોકોમાં એન્ટીબોડી મળ્યા છે. આ સર્વે પરથી કહી શકાય કે હજી સુધી કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો ટળ્યો નથી.

    હાલ દૈનિક કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે અને દૈનિક મૃત્યુના આંકડાઓ પણ ઝડપથી ઘટી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply