બેંગ્લોરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરો ઈંડિયાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બેંગ્લોરમાં યોજાયેલ એશિયાના સૌથી મોટા હવાઈ પ્રદર્શન એરો ઈંડિયાના સમાપાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે કહ્યુ કે એરો ઈંડિયા-2021ના આયોજનથી ભારત રક્ષા અને હવાઈ સુરક્ષાના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યુ છે તેની જાણકારી મળે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બેંગ્લોરમાં યોજાયેલ એશિયાના સૌથી મોટા હવાઈ પ્રદર્શન એરો ઈંડિયાના સમાપાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે કહ્યુ કે એરો ઈંડિયા-2021ના આયોજનથી ભારત રક્ષા અને હવાઈ સુરક્ષાના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યુ છે તેની જાણકારી મળે છે. આવા કાર્યક્રમોના આયોજનથી હવાઈ સુરક્ષાના ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતાઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર બતાવવાનો મોકો મળે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે, ભારતમાં છેલ્લા 6 વર્ષોથી ચાલુ કરેલ સુધારાઓથી રક્ષા અને અંતરિક્ષના ક્ષેત્રોમાં રોકાણકારો અને કંપનીઓ માટે ઘણી સંભાવનાઓ અને તકો છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકારની આ સુધારાવાદી નીતિઓથી દેશને આત્મનિર્ભર બનાવવામાં અને નિકાસને વધારવામાં મદદ મળશે.
