દેશમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 95,735 નવા કેસ
Live TV
-
24 કલાકમાં 1,172 લોકોના મોત સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 75,062 ના મોત
દેશમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 95,735 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 1,177 લોકોના મોત સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ 95,735 જેટલા દર્દીઓના દુખદ મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 44,65,863 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 72, 939 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આમ, અત્યાર સુધી દેશભરમાં કુલ 34,71,783 દર્દીઓ સાજા થયા છે. જ્યારે દેશમાં 9,19,018 જેટલા સક્રીય કેસ છે.
