દેશમાં 93 હજારથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા, રિક્વરી રેટ 80 ટકાને પાર
Live TV
-
કોરોના સામેના જંગમાં કેન્દ્ર સરકારની અસરકારક નીતિઓના કારણે ઘણા અંશે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના મહામારીના કારણે સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં 43 લાખ 3 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે.
કોરોના સામેના જંગમાં કેન્દ્ર સરકારની અસરકારક નીતિઓના કારણે ઘણા અંશે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના મહામારીના કારણે સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં 43 લાખ 3 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ 79.68 ટકા થઈ ગયો છે. મૃત્યુ દર ઘટીને 1.61 થયો છે. છેલ્લાં 24 કલાકમાં 12 લાખ થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 36 લાખ થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે અને 43 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં નવા 87 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 92 હજાર 926 થી વધુ લોકો સાજા થયાં છે. કોરોના મહામારીના કારણે વધુ 1135 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 20 હજાર 627 કેસ નોંધાયા છે. ત્યાર બાદ કર્ણાટકમાં 8 હજાર 191 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 6 મહિના બાદ દેશના કેટલાંક રાજ્યોમાં આજથી ફરી તબક્કા વાર શાળા ખુલશે. શરૂઆતમાં માત્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સ્વૈચ્છીક રીતે શાળાએ આવવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હજી પણ શાળાઓ બંધ રહેશે. કોરોના સંક્રમણના માહોલ વચ્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે 188 દિવસ બાદ આજથી તાજમહેલ ખોલવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીના કારણે 17 માર્ચથી તાજમહેલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. બે શિફ્ટમાં સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવશે. બુકિંગ માત્ર ઓનલાઈન થશે અને ડિજીટલ પેમેન્ટમાં જ ચુકવણી કરવાની રહેશે.
