દેશ 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું
Live TV
-
દેશ 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે યોજાયેલી પરેડમાં , સૈન્યની ત્રણેય પાંખની ટૂકડીએ ભાગ લીધો હતો. દિલ્હી પોલીસની મહિલા કમાન્ડોની પ્રથમ ટૂકડી પણ પરેડમાં સામેલ હતી. લાલ કિલ્લા સુધી પહોંચતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. લાલ કિલ્લા ખાતે પહોંચીને પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરિક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ત્યાર બાદ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરવ્યા પછી જણાવ્યું હતું કે, 2022 સુધીમાં દેશનો એક પુત્ર કે પુત્રી ગંગાયાનમાં અંતરિક્ષમાં પહોંચે તેવું આયોજન છે. પ્રધાનમંત્રીએ ત્રિપલ તલાક બિલ પસાર થશે જ એવી હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે, સંસદનું સત્ર સામાજિક ન્યાયને સમર્પિત રહ્યું હતું. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની પ્રતિબધ્ધતા જાહેર કરતાં જણાવ્યું હતું કે, કૃષિ આધુનિકીકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. વિશ્વભરમાં દેશની છબિ સુધરી હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય પાસપોર્ટની તકાત વધી છે. જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં પંચાયત ચૂંટણી યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
