દ્રુમકના વડા કરુણાનીધીનું 94 વર્ષની વયે નિધન
Live TV
-
દ્રુમકના વડા કરુણાનીધીનું નિધન થયું છે. ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પીટલમાં કરુણાનીધી સારવાર લઈ રહ્યા હતા.. હોસ્પીટલના સુત્રોએ જણાવ્યુ છે કે મહત્વનાં અવયવોને કાર્યાન્વિત રાખવા પડકારરૂપ બની રહ્યા હતા. તબીબી બુલેટીનમાં એમ પણ જણાવ્યુ હતુ કે મેડીકલ સપોર્ટ પર રહેલા કરુણાનીધી પર સતત ધ્યાન અપાઈ રહ્યુ હતું.. હોસ્પીટલની બહાર કરુણાનીધીના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે..
દક્ષિણની રાજનીતિનો મુખ્ય સ્તંભ અને તામિલનાડુના 5 વખતના મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિનું નિધન થઈ ગયું છે. લાંબી બિમારી બાદ તેઓએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. 94 વર્ષના દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ના સુપ્રીમો કરૂણાનિધિને ગત મહિને બ્લડ પ્રેશર ઘટતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પહેલાં તેમનો ઈલાજ ઘર પજ ચાલી રહ્યો હતો, બાદમાં તબિયત બગડતાં તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યારે કાવેરી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવાયું હતું કે વધતી ઉંમરને કારણે કરૂણાનિધિની તબિયત બગડી છે, તેઓને વારંવાર તાવ આવે છે.
