Skip to main content
Settings Settings for Dark

લાંબી બિમારી બાદ એમ. કરૂણાનિધીએ અંતિમ શ્વાસ લીધા

Live TV

X
  • કરૂણાનિધીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના ગોપાલપુરમ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવ્યું હતું.

    દ્રવિડ આંદોલનનો એક અધ્યાય મંગળવારે સાંજે એ સમયે પૂરો થયો જ્યારે લાંબી બિમારી બાદ એમ. કરૂણાનિધીએ અંતિમ શ્વાસ લીધા. છેલ્લા થોડાં દિવસોથી બિમાર રહેલા DMK પાર્ટી પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીએ ગઈકાલે ચેન્નાઈ સ્થિત કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો.
    કરૂણાનિધીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના ગોપાલપુરમ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવ્યું હતું. જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને તેમની પુત્રી કનીમોઈના નિવાસ સ્થાને લઈ જવાયું હતું. જ્યાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ દિવંગત નેતાના પાર્થિવ શરીરને રાજાજી હોલમાં રાખવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા ચેન્નઈ જશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply