રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિવંગતના અવસાન અંગે શોક વ્યક્ત
Live TV
-
DMKના 94 વર્ષિય કરૂણાનિધિએ ચેન્નાઈ કાવેરી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 6.10 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તબીબોની ટીમના અથાગ પ્રયાસ છતાં તેમને બચાવી શકાયા નહી. જેના પગલે તામિલનાડુ સહિત સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિવંગતના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. તમામ રાજકીય પક્ષોએ આ અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. દિવંગતનું અવસાન થવાથી દુનિયાભરથી શોક સંદેશો આવી રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલાસિનાએ DMK પ્રમુખ એમ. કરૂણાનિધિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે ભારતમાં અમેરિકી રાજદૂત કેનટ જસ્ટરે ટ્વીટ કરી કહ્યું છે કે, કરૂણાનિધિને જન સેવા માટે વર્ષો સુધી યાદ કરાશે.
