Skip to main content
Settings Settings for Dark

'નમો નવ મતદાતા સંમેલન' અંતર્ગત પ્રધાનમંત્રીએ પહેલીવાર મતદાન કરનારા મતદાતાઓને સંબોધન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 14માં મતદાતા દિવસ નિમિતે નમો નવ મતદાતા સંમેલનમાં ભાગ લીધો હતો. બીજેપી દ્વારા આયોજિત નમો નવ મતદાતા સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુયલ માધ્યમથી જોડાઇ નવા મતદાતાઓને સંબોધિત કર્યા હતા. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવ્યું  કે, આપનો એક વોટ ભારતને વિક્સિત બનાવશે. આાગામી 25 વર્ષ ભારતના ભવિષ્ય અને આપના ભવિષ્ય માટે ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. આપનો કિંમતી મત એ ભારત દેશની દિશા નક્કી કરશે.  આ સાથે મહત્વના ક્ષેત્રોમાં થતા વિકાસમાં આપની પર મહત્વનો ભાર રહેશે. આ સંમેલનમાં બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રથમ વખત મતદારો માટે દેશભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

    નોંધનીય છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા 18 થી 23 વર્ષની વય જૂથના પ્રથમ વખત મતદારોને પાર્ટી સાથે જોડવા માટે દેશભરમાં અભિયાન ચલાવી રહી છે.

    રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉદ્દેશ

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉદ્દેશ્ય નાગરિકોને ચૂંટણી પ્રણાલી વિશે જાગૃત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મતદાર દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારતમાં ચૂંટણી પંચના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    2023માં ચૂંટણી આચારમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવશે

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા આ એવોર્ડ રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓને ગત વર્ષે ચૂંટણી યોજવામાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવશે. માહિતી ટેકનોલોજી પહેલ, સુરક્ષા વ્યવસ્થાપન, ચૂંટણી વ્યવસ્થાપન અને મતદાર જાગૃતિ અને આઉટરીચ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કારો આપવામાં આવશે. ચૂંટણી જાગૃતિમાં તેમના અમૂલ્ય યોગદાન માટે સરકારી વિભાગો અને મીડિયા સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવશે.

    આ પ્રસંગે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કમિશનના પ્રકાશનની પ્રથમ નકલ - સામાન્ય ચૂંટણી 2024 માટે ચૂંટણી પંચની પહેલ - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજૂ કરશે. માલદીવ, ફિલિપાઈન્સ, રશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાનના ચૂંટણી પ્રબંધન સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply