Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો, રાહુલ ગાંધીએ પાટણમાં જનસભા સંબોધી

Live TV

X
  • લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપના દિગ્ગજ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુર અને સતારામાં ચૂંટણી સભા સંબોધી હતી. જનસભામાં તેમણે કોંગ્રેસ તથા ઇન્ડિ ગઠબંધનને આડે હાથે લીધું હતું. તેમણે અમિત શાહના ફેક વીડિયો અંગે આકરા વાર કરતા કહ્યું કે જે લોકો મુદ્દાઓ અને કાર્યવાહીના આધારે ભાજપ અને NDA સાથે સામસામે લડી શકતા નથી તેઓ હવે સોશિયલ મીડિયા પર નકલી વીડિયો ફેલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ધૂઆંધાર પ્રચાર કરતા પૂનામાં પણ સભા અને રેલી સંબોધી હતી.

    ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે બિહારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જયારથી કેન્દ્રમાં મોદી સરકાર છે ત્યારથી આતંકવાદી ઘટનાઓ નેસ્તનાબુદ થઈ છે. પુલવામાં વખતે પાકિસ્તાન ભુલી ગયું હતું કે દેશમાં મોદી સરકાર છે. પાકિસ્તાનની ભીતર ઘુસી પુલાવામાં વખતે જવાબ આપ્યો હતો. ભારતને સુરક્ષિત અને સર્વાગી વિકાસ વાળો દેશ બનાવવા ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અમિત શાહે મતદારોને અપીલ કરી હતી.

    તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. જનસભા સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના નાબુદ કરીશું. મહિલા સશકિતકરણ માટે 1 લાખ કરોડની યોજના લાગુ પાડીશું. યુવાનોને રોજગાર આપીશું. મનરેગાનું દૈનિક વેતન 400 રૂપિયા કરીશું. કોર્પોરેટની લૂંટ બંધ કરીશું. 

    કર્ણાટકનાં ગુરમીતકલથી કોગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે મનરેગાનાં મહાલક્ષ્મી યોજના મહિલા ઉથ્થાનમાં સીમા ચિહનરૂપ સાબિત થશે. જાતિ , જ્ઞાતિ , ધર્મનાં ભેદથી ઉપર દરેક ભારતીયનાં ઉત્થાન માટે કોંગ્રેસ તત્પર છે. ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ જુઠાણા ફેલાવે છે. ભાજપ પાસે મુદ્દાનો અભાવ છે એટલે મતનું ધ્રુવીકરણ કરવા અનેક હથકંડા અપનાવે છે. મનરેગા યોજનાનું દૈનિક વેતન 400 કરીશુ જેથી ગરીબ પછાતને પ્રાથમિક જરૂરિયાત સરળતાથી પુરી થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply