Skip to main content
Settings Settings for Dark

નવા વર્ષે રાંધણ ગેસ ( LPG ) સિલિન્ડરના ભાવમાં વધારો

Live TV

X
  • પહેલી જાન્યુઆરી 2020થી રસોઈ ગેસ (LPG Cylinder)ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ગત નવા વર્ષે સરકારે ભાવમાં મોટો ઘટાડો કરીને દેશવાસીઓને ભેટ આપી હતી. પરંતુ સતત પાંચમા મહિને એલપીજી ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

    અમદાવાદમાં સબસીડી વગરના 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરનો ભાવ 707 રૂપિયા થયો છે. જ્યારે સુરતમાં આ ભાવ 696.50 થયો છે, વડોદરામાં સબસીડી વગરના સિલિન્ડર માટે 717 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે રાજકોટમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 696.50 રૂપિયા થયો છે.

    દિલ્હીમાં આજથી 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોએ 714.00 રૂપિયા ચુકવવા પડશે. કોલકાતામાં ભાવ 747 રૂપિયા છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ ક્રમશ: 684.50 અને 734.00 રૂપિયા છે. જ્યારે 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઈ છે. કોલકાતામાં આ કિંમત 1308, મુંબઈમાં 1190 અને ચેન્નાઈમાં ભાવ 1363 રૂપિયા થયો છે. ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસીડી વગરના ગેસ સિલિન્ડર માટે 695 રૂપિયા ચુકવવા પડતા હતા. જ્યારે કોલકાતામાં 725.50, મુંબઈમાં 665 અને ચેન્નાઇમાં 714 રૂપિયા ચુકવવા પડતા હતા.નોંધનીય છે કે સરકારે ગત નવા વર્ષે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશવાસીઓને ભેટ આપી હતી. સરકારે સબસીડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply