Skip to main content
Settings Settings for Dark

બિપિન રાવતે CDS તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્રણેય સેનાઓ મળીને 3 નહી પણ 5 કે 7 કરવા પર ફોકસ કરીશુ

Live TV

X
  • આર્મી ચીફ નરવણેએ નેશનલ વાર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

    નવા વર્ષ નિમીતે નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે નેશનલ વાર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીંયા તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન આર્મી ચીફે દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સેનાના જવાનો દેશને સુરક્ષિત રાખશે, અમે દેશની સુરક્ષા પર આંચ નહીં આવવા દઈએ. તો બીજી તરફ સેના પ્રમુખપદ પરથી રિટાર્યડ થયા બાદ બિપિન રાવત આજે સવારે CDS તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ રાવતે પદ ભાર સંભાળ્યા બાદ કહ્યું કે,‘CDS તરીકે મને એક મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે. ત્રણેય સેનાઓએ સાથે મળીને કામ કરવાનું છે. અમે એક એવી ટીમની જેમ કામ કરીશું જે 1+1+1+ બરાબર 3 નહીં,પણ 5 અને 7 હશે.’તેમના રાજકીય નમતા વલણ અંગે પણ રાવતે કહ્યું કે, અમે સત્તામાં હાજર સરકારના આદેશો પર કામ કરીએ છીએ, પણ રાજકારણથી જેટલું બને તેમ દૂર રહીએ છીએ.અહીંયા સેનાના વરિષ્ઠ અધિકારી દેશના પહેલા CDSને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply