રેલવેના પ્રવાસી ભાડામાં આજથી વધારો
Live TV
-
લાંબા અંતરનો પ્રવાસ ખેડનારા પ્રવાસી પર બોજ વધશે
રેલવેએ નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ પ્રવાસી ભાડામાં કરેલા વધારા આજથી અમલી બની ચૂક્યા છે. રેલવે ભાડામાં મહત્તમ પ્રતિ કિલોમીટર ચાર પૈસાના દરે વધારો કરવામાં આવ્યો છે. તેથી લાંબા અંતરનો પ્રવાસ ખેડનારા પ્રવાસી પર બોજ વધશે. પરંતુ પહેલેથી ટિકિટ બુક કરાવનાર પર આ વધારાનો બોજ નહીં પડે. સબર્બ રેલવેના ભાડામાં કોઈ વધારો કરાયો નથી. નોન એસી સેકન્ડ ક્લાસના ભાડામાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસમાં પણ એક પૈસાનો જ વધારો કરવામાં આવ્યો છે. મેલ એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ તો સેકન્ડ ક્લાસ , સ્લીપર ક્લાસ, અને ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિકિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો થયો છે. કેટરિંગ ચાર્જમાં કોઈ ફેરફાર નથી થયો.
