નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ સોલાર ઊર્જા સંમેલન
Live TV
-
નવી દિલ્હીમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સોલાર ઊર્જા સંમેલન શરૂ કરવામાં આવ્યુ છે. ઘણા દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. સોલાર ઊર્જાના ઉપયોગમાં વધારો કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ, નવી નવી ટેકનોલોજી પર ચર્ચાઓ કરવામાં આવશે.
ભારત પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પરિષદનું આયોજન કરી રહ્યું છે, જ્યારે ફ્રાન્સ આ પ્રોગ્રામના સહ-યજમાન છે. અત્યાર સુધીમાં 60 દેશોએ આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન માટે હસ્તાક્ષર કર્યા છે, જ્યારે 30 જેટલા દેશોએ મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનમાં ભાગ લેનારા દેશના વડાઓ સાથે દ્રિપક્ષીય મંત્રણા કરી હતી. પ્રધાનમંત્રીએ વણુ-અતુના વડા પ્રધાન શોરલોત સાલ્વાઈ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ક્ષમતા નિર્માણ, માહિતી ટેકનોલોજી, આબોહવા પરિવર્તન, સોલાર ટેકનોલોજી અને વિકાસના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ઇન્ટરનેશનલ સોલાર ગઠબંધન સમિટમાં તુલાલુના પ્રધાનમંત્રી એનલે સોપુલા સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંન્ને નેતાઓએ નવીનીકરણીય ઊર્જા, વિકાસમાં સહાય, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રિય સ્તરે પરસ્પર સહકાર અંગેના વિચારોનો વિનિમય કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતની યાત્રા પર આવેલા નાઇજિરીયાના રાષ્ટ્રપ્રમુખ ઇસિસોફુ મહમૂદ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની યાત્રા પર આવેલા નાયરુના પ્રમુખ બેરોન વાકાયાની મુલાકાત વખતે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. આબોહવા પરિવર્તન સહિતના કેટલાક મુદ્દાઓ, બંને નેતાઓ વચ્ચે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી.