પરીક્ષાના ડરથી ભાગી ગયેલી વિદ્યાર્થિનીને રેલવેએ શોધી, પીયૂષ ગોયલે આપ્યો ખાસ ઉપહાર
Live TV
-
દિલ્હીની કૉન્વેન્ટ સ્કૂલ ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતી અનૈસ જોસમૉન પરીક્ષાના ડરથી 8 માર્ચે ઘર છોડીને ભાગી ગઈ હતી, જેને રેલવેના અધિકારીઓએ ભોપાલ રેલવે સ્ટેશનથી શોધી અને પરિવારને સોંપી દીધી છે. આ જાણકારી આપતા રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્વીટ કરી જાણકારી શેર કરી છે.
જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે જાણ થઈ કે, 14 વર્ષિય વિદ્યાર્થિની અનૈસ પરીક્ષાના ડરથી ઘર છોડીને ભાગી છે, તો તેમને આ વાત ખૂબ જ ખટકી હતી. ત્યારબાદ તેમણે વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતા. આ સાથે જ પીયૂષ ગોયલે અનૈસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક 'એક્ઝામ વૉરિયર્સ' ભેટ આપ્યું હતું. જેથી તે પરીક્ષાના ડરથી બહાર નિકળી શકે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરી લખ્યું કે, મળો નવી દિલ્હીની રહેવાસી અનૈસ જોસમૉનને કે, જે પરીક્ષાના ડરને કારણે ઘરથી ભાગી ગઈ હતી. તેને રેલવેના અધિકારીઓએ શોધી કાઢી છે અને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સાથે જ મેં અનૈસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું પુસ્તક 'એક્ઝામ વૉરિયર્સ' ભેટ આપ્યું છે. જેથી પરીક્ષાને ડરથી ન જુએ.
અંકિત ચૌહાણ, ડિજિટલ ન્યૂઝ રૂમ, ડીડી ન્યૂઝ, ગુજરાતી