લોન માફીની માંગ સાથે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું મહાઆંદોલન
Live TV
-
મહારાષ્ટ્રના 50,000 ખેડૂતો લોન માફીની માંગણી માટે આદોલન પર ઉતરર્યા છે. આજે આદોલનના બીજા દિવસે ભારતની આર્થીક રાજધાની મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે.
ખેડૂતો લાલ ટોપી અને લાલ રંગના ઝંડા સાથે આગળ વધી રહ્યા છે. તેઓ માત્ર ખોરાક અને આરામ કરતા કરતા આગળ વધી રહ્યા છે. રાજય સરકાર પાસે તેઓ વન વિભાગને ફાળવેલી ખેડૂતોની જમીન, ઉત્પાદનના સારા ભાવો, ખેતી પર પાક ખરાબ થઇ જવાને લીધે લોન માફીની માંગણી કરવામાં આવી છે અને તેની ખાતરી રાજય સરકારે આપી હતી.
આ પાંચ દિવસની યાત્રા ઓલ ઇન્ડિયા કિશાન સભાની આગેવાની હેઠળ ખેડુતો ભારતીય સામ્યવાદી પક્ષની સામે વિરોધ ઉઠાવ્યો છે. મુંબઇથી 170 કિમીથી દુર આવેલા નાસિકથી 6 માર્ચના રોજ આદોલનની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને આશા છે કે, 12 માર્ચ સુધીમાં મહારાષ્ટ્ર વિધાનસભા પર પહોચી જશે.
દુષ્કાળ અને અનિયમિત હવામાનથી ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી રહી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો મુજબ 12,600 કરતાં પણ વધુ ખેડૂતો અને ખેતમજૂરો એકલા 2015માં આત્મહત્યા કરી હતી. જે ભારતમાં તમામ આત્મહત્યાઓના લગભગ 10 ટકા ભાગ છે.