નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ
Live TV
-
નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ વાલ્ડિસ ડોમ્બ્રોવસ્કિસે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ચાલી રહેલા ત્રણ મહત્વપૂર્ણ કરારોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ કરારોમાં ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વ્યાપાર કરાર, રોકાણ સંરક્ષણ કરાર અને ભૌગોલિક સંકેત કરારનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ આ કરારો પર થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે વિશ્વ વેપાર સંગઠનના મંત્રીઓની 13મી બેઠક સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક આગામી વર્ષે ફેબ્રુઆરીમાં અબુ ધાબીમાં યોજાશે.
