નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન
Live TV
-
નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બાદ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થવાની શક્યતા છે. મહત્વનું છે કે, ભાજપ લોકસભા ચૂંટણીને લઈ અત્યાર સુધી ચાર બેઠક કરી ચૂક્યું છે. આમાંથી 2 બેઠક દિલ્હીના નેતાઓ સાથે યોજાઈ હતી. બીજી તરફ આજે ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક પર સૌની નજર રહેશે. આપને જણાવી દઈએ કે, આગામી લોકસભા ચૂંટણીમાં NDA 400 પાર બેઠક જીતવાના લક્ષ સાથે મહેનત કરી રહ્યું છે.