નવી શિક્ષણ નિતી સરકારની નહીં, પણ દેશની શિક્ષા નિતી : PM
Live TV
-
નવી શિક્ષા નીતિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલોના સંમેલનમાં કર્યું સંબોધન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભારતને શિક્ષા ક્ષેત્રે મહા શક્તિ બનાવવા લાંબા પરામર્શ બાદ આ નીતિ તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નીતિ કોઈ સરકારની નહીં પણ દેશની શિક્ષા નીતિ છે. જે 21મી સદીના ભારતને સામાજિક અને આર્થિક ક્ષેત્રે નવી દિશા આપશે. કેન્દ્રીય શિક્ષામંત્રી રમેશચંદ્ર પોખરિયાલે કહ્યું કે, 34 વર્ષ બાદ અમલમાં આવતી આ શિક્ષા નીતિ ભારતીય મૂલ્યોને આધારિત છે.
દેશમાં હાલ નવી શિક્ષા નીતિને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યના રાજ્યપાલો સાથે આ નીતિ મુદ્દે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ એક રાષ્ટ્રીય વ્યાપી નીતિ જે 21મી સદીના ભારતની આવશ્યકતા અને આકાંક્ષાઓને પૂરી કરી યુવાનોને આગળ લઈ જશે. આ નીતિના અમલીકરણ માટે રાજ્યપાલની ભૂમિકા અને જવાબદારી મહત્ત્વની સાબિત થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શિક્ષા ક્ષેત્રે જોડાયેલા 2 લાખથી વધુ લોકોના સૂચનો બાદ આ નીતિ તૈયાર કરવામાં આવી છે. આત્મ નિર્ભર ભારતને પ્રોત્સાહન આપતી આ નીતિમાં પ્રેક્ટિકલ અને પર્ફોર્મન્સ પર ભાર મૂકાયો છે. આ સાથે જે રીતે વિદેશ નીતિ અને રક્ષા નીતિ હોય છે તેવી જ રીતે આ નીતિ કોઈ સરકારની નહીં પણ દેશની નીતિ છે. ઘણી વખત દબાણના કારણે વિદ્યાર્થીઓ કોઈ વિષય પસંદ લેતા હોય છે અને બાદમાં હારી જતા હોય છે પરંતુ આ નવી શિક્ષા નીતિમાં આ સમસ્યાનું સમાધાન છે.
પ્રધાનમંત્રીએ 25મી સપ્ટેમ્બર પહેલા વિવિધ રાજ્યની યુનિવર્સિટીઓને નવી શિક્ષા નીતિને સમજવા વર્ચ્યૂઅલ સેમિનારનું આયોજન કરે. આ સંમેલનમાં કેન્દ્ર શિક્ષામંત્રી રમેશચંદ્ર પોખરિયાલે જણાવ્યું હતું કે, આ નીતિમાં સ્કૂલની શિક્ષાથી માંડીને ઉચ્ચતર શિક્ષણ સુધી વ્યાપક સુધારા સૂચવાયા છે. 34 વર્ષ બાદ નવી શિક્ષા નીતિ આવી રહી છે જે આધુનિક હોવાની સાથે ભારતીય મૂલ્યો પર આધારિત છે
