નવી સરકાર બનાવવા કવાયત શરૂ, ભાજપ સંસદીય પક્ષની બેઠક
Live TV
-
દિલ્લી ખાતે ભાજપ સંસદીય પક્ષની પણ બેઠક થશે. આ બેઠકમાં સર્વાનુમિતીએ પીએમ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે પક્ષના નેતા નક્કિ કરવામાં આવશે
લોકસભા ચૂંટણીઓમાં પ્રચંડ વિજય બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે દિલ્લી ખાતે ભાજપ સંસદીય પક્ષની પણ બેઠક થશે. આ બેઠકમાં સર્વાનુમિતીએ પીએમ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે પક્ષના નેતા નક્કિ કરવામાં આવશે. ત્યારબાદ સેન્ટ્રલ હોલ ખાતે ભાજપ અને તેના સાથી પક્ષો એટલે કે એનડીએની બેઠક થશે. જેમાં પણ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે એનડીએના નેતા જાહેર કરવામાં આવશે. આજની આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. તો બીજી તરફ નવ નિયુક્ત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે, પીએમ મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યાં હતા.
