નાગરિક્તા એમેન્ડમેન્ટ એક્ટને લઈને ભાજપે દેશભરમાં શરૂ કર્યુ જનસંપર્ક અભિયાન
Live TV
-
ત્રણ કરોડ પરિવાર સાથે સંપર્ક કરવાનો પાર્ટીનો લક્ષ્યાંક
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપે દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટી જનજાગૃતી અભિયાન હેઠળ દિલ્હીના લાજપતનગર વિસ્તારમાં ઘરે-ઘરે જઈને અભિયાનની આગેવાની કરી હતી,. ભાજપે ત્રણ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરવા માટે આ અભિયાનની શરૂઆત કરી છે. અમિત શાહે આ અભિયાન અંતર્ગત લાજપતનગરમાં ઘરે-ઘરે જઈને આ કાયદાને લઈને લોકો સાથે ચર્ચા કરી હતી. ભાજપ અધ્યક્ષે આ કાયદા સાથે જોડાયેલી મુખ્ય બાબતો લીખીત સામગ્રીનું વિતરણ પણ કર્યું હતું. નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપ મહત્વની જાણકારી જનતાને પહોંચાડી રહી છે. આ તરફ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ઘરે-ઘરે જઈને જનસંપર્ક કર્યો હતો અને નાગરિક્તા કાયદાને લઈને લોકોને માહિતી આપી. તો આ અભિયાન હેઠળ રાજધાની દિલ્હીના સીરી ફોર્ટ ઓડિટોરિયમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 'સંભ્રમથી સત્ય તરફ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમા તેમણે એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
