નાગરિક્તા સુધારણા કાયદાના સમર્થનમાં દેશ-વિદેશમાં રેલી
Live TV
-
અમેરિકામાં ઓસ્ટિન, રેલિન, ન્યુયોર્ક અને સિયોથલમાં અનેક જગ્યાઓએ લોકો થયા ભેગા. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓએ CAA ના પક્ષમાં કાઢી રેલી
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં દેશની સાથે વિદેશમાં પણ સમર્થન રેલીઓ જોવા મળી રહી છે. મુંબઈ આઈઆઈટીના છાત્રોએ દિખાવે પે મત જાવ અપની અકલ લગાવોના નારા સાથે સમર્થન રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં ભાગ લેનાર છાત્રોનું કહેવું છે કે કેટલાક લોકો નાગરિકતા કાનૂનને લઈને દેશમાં ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે. જેથી લોકો વચ્ચે જઈને છાત્ર સંદેશ આપી રહ્યા છે કે દિખાવે મત જાવ અપની અકલ લગાવો. ગોવાના સાંખલીમાં પણ રેલી કાઢીને નાગરિકતા કાનૂનનું સમર્થન કરવામાં આવ્યું હતું. બુધવારે અમેરિકામાં પણ નાગરિકતા કાનૂનના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
