નાગરિક સંશોધન બિલ મુદ્દે જામિયા મિલિયા અને AMUમાં થયેલા વિરોધ પ્રદર્શન મામલે થયેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી
Live TV
-
સુપ્રીમ કોર્ટે કહ્યું, હાઈકોર્ટ જાય અરજીકર્તા, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડતી હિંસક ઘટના પ્રત્યે વ્યક્ત કરી ચિંતા
સુપ્રીમ કોર્ટ અલીગઢ વિશ્વવિદ્યાલય અને જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયમાં નાગરિકતા સંશોધન બિલ કાયદાના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શન મુદે થયેલી અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે અરજદારે સૌપ્રથમ હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સમાચાર પત્રોમાં આવેલા અહેવાલો આધારે તે કેસની સુનાવણી હાથ ના ધરી શકે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચા઼ડતી હિંસક ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મુ્દ્દે કોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે આવી પ્રવૃતિ તાત્કાલિક બંધ થવી જોઇએ.
