નાણાંમંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાયદો
Live TV
-
નાણા મંત્રાલયે GSTની મહેસુલી આવકમાં થયેલા ઘટાડાને પહોંચી વળવા રાજ્યોને 9મો સાપ્તાહિક હપ્તો છૂટો કર્યો.
નાણા મંત્રાલયે વસ્તુ અને સેવા કર – GSTની મહેસુલી આવકમાં થયેલા ઘટાડાને પહોંચી વળવા રાજ્યોને 6 હજાર કરોડ રૂપિયાનો નવમો સાપ્તાહિક હપ્તો છૂટો કર્યો છે.
તેમાંથી 5 હજાર 516 કરોડ રૂપિયાથી વધુ રકમ 23 રાજ્યો માટે અને 483 કરોડ રૂપિયાથી વધુ રકમ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો માટે અપાયા છે.
જેમાં વિધાનસભાવાળા ત્રણ રાજ્ય દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરી સામેલ છે. આ બધા જ રાજ્ય વસ્તુ અને સેવા કર પરીષદના સભ્ય છે.
બાકી પાંચ રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મણીપુર, નાગાલેન્ડ અને સિક્કીમમાં GST પર અમલ ન લીધે રાજ્યમાં કોઇ કમી આવી નથી.
કેન્દ્રએ GSTના કારણે મહેસુલી આવકમાં થયેલા ઘટાડાને પહોંચી વળવા આ વર્ષે ઓક્ટોબરમાં એક વિશેષ ધિરાણ વ્યવસ્થા શરૂ કરી હતી.
