નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી સિંગાપોરની સત્તાવાર મુલાકાતે
Live TV
-
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજથી 11 ઓક્ટોબર સુધી સિંગાપુરની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.
મુલાકાત દરમિયાન, નાણાં પ્રધાન સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન શણમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વૉંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મુલાકાત કરશે. આ બેઠકોમાં મુખ્ય ચર્ચા વેપાર, રોકાણ, ડિજિટલ ફાઇનાન્સ, સેમિકન્ડક્ટર, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સિંગાપુર ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) નો સૌથી મોટો સ્ત્રોત છે. એપ્રિલ 2000 થી માર્ચ 2026 વચ્ચે સિંગાપુરથી ભારતમાં કુલ મળીને અંદાજે 194 અબજ 68 કરોડ યુએસ ડૉલરનું રોકાણ આવ્યું છે
