નિતી આયોગના પુનઃગઠનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મંજૂરી
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગની પુનરચના કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, નીતિ આયોગના વાઈસ ચેરમેન તરીકે રાજીવ કુમારની નિમણૂક આવી છે. જ્યારે સભ્યપદે વી. કે. સારસ્વત, રમેશ ચંદ અને ડૉ. વી. કે. પૉલને નિયુક્ત કરાયા છે.
જ્યારે એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મળા સિતારામન, નરેન્દ્ર સિંહ તોમરને મુકાયા છે. આ ઉપરાંત ચાર સ્પેશિયલ આમંત્રિત તરીકે નિતિન ગડકરી, થાવરચંદ ગહલોત, પિયુષ ગોયલ અને રાવ ઇન્દ્રજીત સિંહનો સમાવેશ કરાયો છે.
