સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજ્યના 4 ધારાસભ્યોએ પોતાના પદેથી આપ્યું રાજીનામું
Live TV
-
ગુજરાતની ચાર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય 2019ની લોકસભા ચૂંટણીમાં ,સાંસદ તરીકે ચૂંટાયા છે. સાંસદ બનેલા ચાર ધારાસભ્યએ આજે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા.
જેમાં રૂપાણી સરકારમાં મંત્રી રહેલા ,થરાદના ધારાસભ્ય પરબત પટેલ ,ઉપરાંત ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ અને અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાના રાજીનામા આપ્યા હતા.
ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પાટણના સાંસદ તરીકે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ તરીકે, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ,પંચમહાલના સાંસદ તરીકે જ્યારે પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા છે.
હવે આ ચારેય સાંસદો ,સંસદમાં, પોતાના સંસદીય મતવિસ્તારનું, પ્રતિનિધિત્વ કરશે .ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ,ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે.
