નિર્ભયા કેસઃ આરોપીઓ વિરુદ્ધ ડેથ વૉરંટ જારી, 22 જાન્યુઆરીએ સવારે અપાશે ફાંસી
Live TV
-
દિલ્હીના ચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસની આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી વીડિયો કોન્ફ્રેંસથી સુનાવણી કરવામાં આવી હતી.
નિર્ભયા કેસના ચારેય આરોપીઓ વિરુદ્ધ કોર્ટે ડેથ વૉરંટ જારી કરી દીધું છે. સુનાવણી દરમ્યાન ગેંગરેપની પીડિતા નિર્ભયાના માતા પણ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચ્યા હતા.
આજે કોર્ટના નિર્ણય પર સમગ્ર દેશની નજર હતી. ઉલ્લેખનીય છે કે 2012ના ડિસેમ્બરમાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ગેંગરેપની પીડિતા થોડા જ દિવસોમાં મૃત્યુ પામી હતી અને આ મામલે સમગ્ર દેશના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
