PM મોદીએ રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ પીએન હૂનના નિધન પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્મીમાંથી રિટાયર્ડ થયેલા લેફ્ટનેન્ટ જનરલ પીએન હૂનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી કહ્યું કે, લેફ્ટનેન્ટ જનરલ પીએન હૂને નિષ્ઠા સાથે દેશની સેવા કરી અને દેશને મજબૂત અને સુરક્ષિત બનાવવામાં યોગદાન આપ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે, આવી દુઃખની ઘડીમાં તેઓ તેમના પરિવાર સાથે છે.
'ઑપરેશન મેઘદૂત' ની આગેવાની કરનાર લેફ્ટનેન્ટ જનરલ પીએન હૂનનું નિધન સોમવારે સાંજે 91 વર્ષની વયે ચંદીગઢમાં થયું હતું. પીએન હૂનના નેતૃત્વમાં ભારતીય સેનાએ દેશની સૌથી ઉંચી ચોટી પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. 2013માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
