નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે પરાક્રમ દિવસ
Live TV
-
સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે દેશમાં આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા ખાતે યોજાનારા ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગની અધ્યક્ષતા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતી પર પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં પરાક્રમ દિવસનો શુભારંભ કરશે. કેન્દ્ર સરાકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના નિઃસ્વાર્થ સેવાના સન્માનમાં દર વર્ષે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે. 1897 માં આજના દિવસે નેતાજીનો જન્મ ઓડિશાના કટક ખાતે થયો હતો. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ નિમિત્તે કોલકાત્તામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાષ્ટ્રીય પુસ્તકાલય અને વિક્ટોરીયા મેમોરિયલમાં બે સમારંભની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝ પર આંતરાષ્ટ્રીય સેમિનારનું સંબોધન પણ કરશે. આજે આઝાદ હિન્દ ફૌજના જીવિત સેનાનિયોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત નેતાજી ઉપર પોસ્ટ ટિકિટ અને સિક્કા પણ બહાર પાડવામાં આવશે.
