Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં માનસરોવરના યાત્રાએ ગયેલા તીર્થયાત્રીઓને સલામત બહાર કઢાયા

Live TV

X
  • નેપાળમાં માનસરોવરના યાત્રાએ ગયેલા તીર્થયાત્રીઓમાંથી 150થી વધારે ફસાયેલા શ્રધ્ધાળુઓને સલામત બહાર કઢાયા છે.

    નેપાળમાં માનસરોવરના યાત્રાએ ગયેલા તીર્થયાત્રીઓમાંથી 150થી વધારે ફસાયેલા શ્રધ્ધાળુઓને સલામત બહાર કઢાયા છે. મોસમમાં સુધાર થવાથી હવાઈ ઊડાન શરૂ થયા બાદ 158 શ્રદ્ધાળુઓને સીમીકોટથી નેપાળ ગંજ લવાયા છે. આ પ્રમાણે 200 શ્રધ્ધાળુઓને હિલસાથીથી સીમીકોટ લવાયા હતા. બે મૃતદેહને સિમીકોટથી કાઠમંડુ અને નેપાળગંજ લવાયા છે. ભારતીય દૂતાવાસે કેરળની લીલી નારાયણન અને આંધ્રપ્રદેશની સત્યલક્ષ્મી નારાયણ સુબ્બારાવ ગ્રંથી વીરા વેકંટના મૃતદેહને લાવવા વિશેષ હેલિકોપ્ટરનો પ્રબંધ કર્યો હતો. ભારતીય દૂતાવાસ આ મૃતદેહને વહેલાસર ભારત મોકલવાનો પ્રબંધ કરાવી રહ્યું છે. ખરાબ મોસમના કારણે શનિવારથી કૈલાસ માનસરોવર યાત્રામાં નેપાળગંજમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ ફસાયા હતા. ભારતીય દૂતાવાસ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે, અને ફસાયેલા શ્રધ્ધાળુઓ માટે ભોજન અને નિવાસની સગવડ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply