Skip to main content
Settings Settings for Dark

મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ, જાણો શું થશે ફાયદો?

Live TV

X
  • પહેલા બે વર્ષમાં પચાસ રૂપિયા, ત્રીજા વર્ષે 60 રૂપિયા, ગયા વર્ષે 80 રૂપિયા અને આ વર્ષે દોઢ ગણો વધારો કર્યો છે. 

    કેબિનેટની બેઠકમાં દેશના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં ખરીફ પાકના લધુત્તમ મૂલ્યમાં ભારે વધારો કરતાં તેમાં દોઢગણો વધારો કરવામાં આવ્યો છે. પાકનો યોગ્ય ભાવ નહીં મળતા પરેશાન ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી છે. 

    તેની પહેલા સરકારે કહ્યું હતું કે, તે ખેડૂતોને દોઢ ગણો નફો આપવા મુદ્દે વિચાર કરી રહી છે. નીતિ આયોગે પણ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ખેત પેદાશોના ટેકાના ભાવ વધારવા અંગે નવો ફોર્મ્યૂલા પર સરકાર વિચારી રહી છે અને આજે કેબિનેટમાં આખરે આ નિર્ણય લેવામાં આવ્યો. 

    સરકારે ખરીફ પાકના ભાવમાં વધારો કરવા નવો ફોર્મ્યૂલા A2+FL તૈયાર કર્યો છે, જેને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારે સત્તામાં આવ્યા પછી દર વર્ષે અનાજના ભાવમાં વધારો કર્યો છે. પહેલા બે વર્ષમાં પચાસ રૂપિયા, ત્રીજા વર્ષે 60 રૂપિયા, ગયા વર્ષે 80 રૂપિયા અને આ વર્ષે દોઢ ગણો વધારો કર્યો છે. 

    ખેડૂતોના ભાવ વધારાથી નીચેના પાકોમાં આ રીતે થશે ફાયદોઃ 
    અનાજ 1750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    જુવાર 1619  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    મકાઈ 1700  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    કપાસ 5150  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    સૂરજમુખી બીજ 5388  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    સોયાબીન 3399  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
    તલ 6249  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply