Skip to main content
Settings Settings for Dark

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ JEE પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર

Live TV

X
  • માનવ સંસાધન વિકાસ મંત્રાલયની  નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ સોમવારે પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં સૌથી વધુ  અંક મેળવનારા વિદ્યાર્થીઓમાં  રાજસ્થાન  અને તેલંગણાથી ચાર-ચાર વિદ્યાર્થી છે  જ્યારે ત્રણ મધ્યપ્રદેશના  તેમજ બે-બે વિદ્યાર્થી ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.

    એન્જિનિયરિંગ કોલેજમાં  એડમિશન માટે આયોજિત  સંયુક્ત પ્રવેશ પરિક્ષા-JEEમાં  24 વિદ્યાર્થીઓએ  પૂરા 100 અંક મેળવ્યા છે.  માનવ સંસાધન વિકાસ મંત્રાલયની  નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ સોમવારે પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં સૌથી વધુ  અંક મેળવનારા વિદ્યાર્થીઓમાં  રાજસ્થાન  અને તેલંગણાથી ચાર-ચાર વિદ્યાર્થી છે  જ્યારે ત્રણ મધ્યપ્રદેશના  તેમજ બે-બે વિદ્યાર્થી ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.  બાકીના વિદ્યાર્થીઓ કર્ણાટક દિલ્હી હરિયાણા  અને પંજાબના છે.  પ્રથમ વખત  JEE મેઈન્સની  ઓન લાઈન પરિક્ષા  આ વર્ષે  બે વખત  જાન્યુઆરી  અને એપ્રિલમાં યોજાઈ હતી.  તો આ તરફ ગુજરાતમાં પણ લગભગ 50 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો  જેમાં આ પરિણામમાં અમદાવાદના પાર્વિક દવેએ  99.98 પર્સન્ટાઈલ રેન્ક સાથે  રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે  જેનો શ્રેય તે તેના માતા-પિતા અને શિક્ષણ ગણોને આપે છે  અને આગળ તે JEE એડવાન્સની તૈયારી સાથે I.I.T. બોમ્બેમાં સ્થાન મેળવવા તત્પર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply