ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે આજે દેશના 47મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારંભમાં આજે ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને દેશના 47મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ બોબડેએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનું સ્થાન લીધું છે. 17 મહિનાનો કાર્યકાળ ધરાવતાં જસ્ટિસ બોબડે 23 એપ્રિલ 2021ના રોજ સેવા નિવૃત્ત થશે. શપથ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ તેમજ પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા
