પંચાયતી રાજ દિવસ: PM મોદીએ ગ્રામ પંચાયતોને વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું સંબોધન
Live TV
-
આજે પંચાયતી રાજ દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દેશભરની ગ્રામ પંચાયતોને સંબોધન કર્યું હતું. લોકડાઉનને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સહભાગીઓ સાથે વાતચીત કરેલ. આ પ્રસંગે વડા પ્રધાન સંકલિત ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન શરૂઆત કરાવી હતી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું આ સંકલિત પોર્ટલ ગ્રામ પંચાયતોને તેમની વિકાસ યોજનાઓ ઘડવામાં અને તેનો અમલ કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત વડા પ્રધાન માલિકી યોજનાની શરૂઆત પણ કરાવેલ. નોંધનીય છે કે, દર વર્ષે પંચાયતી રાજ દિવસ પર સરકાર પંચાયતો અને રાજ્યોને તેમના સારા કામ બદલ સન્માન આપે છે અને આ વર્ષે આવા ચાર એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંવિધાન સંશોધન અધિનિયમ 1992 દ્વારા પંચાયતી રાજ પદ્ધતિ 24 એપ્રિલ 1993 ના રોજ અમલમાં આવી. દેશના ભૂમિગત સ્તરે સત્તાના વિકેન્દ્રીકરણના ઇતિહાસમાં તે મહત્વનો દિવસ માનવામાં આવે છે.
